ઉનાળાની ઘોમઘખતી ગરમીની શરરૂઆત થઈ ગઈ છે જેની અસર પશુ-પંખીઓ પર પણ પડી રહી છે. ઉનાળામા પાણી મહત્વની જરૂરી યાત બની રહે છે. શહેરની સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની પરબો ઉભી કરવામાં આવી રહી છે. તરસ્યાને પાણી પાવું પુણ્યનું કામ કરતુ ગ્રુપ શહેર તેમજ જી.આઇ.ડી.સી વિસ્તારોમાં પાણીના માટલા મૂક્યા છે. દર ઉનાળામાં અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પાણીની પરબો ઉભી કરવામાં આવી તરસ્યાને પાણી પાવું એક પુણ્યનું કામ છે.
હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે ત્યારે ઉનાળાના ધગધગતા તાપમાનમાં એક સ્થળેથી બીજા સ્થળે જતી જનતાને ઠંડુ પાણી મળી રહે તે માટે અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પાણીની પરબો ઉભી કરવામાં આવી છે. સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પ શહેર તેમજ જી.આઇ.ડી.સી વિસ્તારોમાં પાણીના માટલા પરબો ઉભી કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમી લોકોને પરસેવે રેબઝેબ કરી નાખે છે તેવામાં કુદરતી ફ્રીજ એવા માટલા વડે લોકોને શીતળ જળ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ પરબો ઉભી કરવામાં આવી છે. લોકો પણ કામગીરીને આવકારી રહ્યા છે.
અંકલેશ્વર : ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઠંડા પાણીની પરબો સત્યમેવ જયતે ગૃપ દ્વારા ઉભી કરવામાં આવી.
Advertisement