Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના કાગદીવાડમાં એક મકાનમાં ખૂની ખેલ ખેલાયો,પત્નીની હત્યા કરી પતિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

Share

*પતિએ પાઇપ વડે પત્નીની હત્યા કરતા સનસનાટી
*પતિ હબીબ ઉલ રહેમાને પત્ની સાહીન બાનુંની હત્યા કરી ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
*ઘટનામાં ચાર માસુમ બાળકોએ ગુમાવ્યો માતપિતાનો આશરો
*અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અંકલેશ્વર શહેર રવિવારની સવારે ખુનીખેલ ખેલાતા ચાર બાળકોને માતપિતાનો આશરો ગુમાવવાંનો વારો છે. જેમાં અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પોતે પણ આત્મહત્યા કરી લેતા કરી લેતા ચાર માસુમ બાળકોને રઝળવાનો વારો આવતા સમગ્ર પંથકમાં અરેરાટી જવા હતી. હાલ તો બનાવ સંદર્ભે શહેર પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં હબીબ ઉલ રહેમાન કાગઝી પોતાની પત્ની સાહીનબાનુ અને તેના ચાર બાળકો સાથે શાકભાજી માર્કેટમાં છૂટક વેચાણ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. અને બંને પતિપત્ની વચ્ચે નજીવી બાબતે ઝઘડા થયા કરતા હતા. જેમાં આજદીને વહેલી સવારે હબીબ ઉલ રહેમાને અચાનક તેઓની પત્ની સાહીન બાનુંને લોંખડની પાઇપ વડે જમવાનું બનાવતી સપાટા મારી મોતને ઘાટ ઉતારી દઈ પોતે પણ મકાનના ઉપરના માળે જઈ પોતાને પણ લોહી લુહાર કરી આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

*અંકલેશ્વરના કાગઝીવાડમાં બંધ બારણે ખેલાયેલ ખૂની ખેલમાં બંને મૃતદેહો લોહી લુહાણ હાલતમાં મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાવા પામ્યા છે.ત્યારે જોવું રહ્યું કે પોસ્ટ મોટર્મ કર્યા બાદ પોલીસ તપાસમાં બહાર આવે છે. જોકે હાલ તો શહેર પોલીસ મથકના સ્ટાફ સાથે પી.આઈ, વિભાગીય પોલીસ વડા સહિતના અધકારીઓએ ઘટના સ્થળે પહોંચી હત્યાનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

*નોંધવું રહ્યું કે પતિ પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલ ખૂની ખેલમાં પત્નીની હત્યા બાદ કરેલ જાતે આત્મહત્યામાં ચાર માસુમ બાળકોને હાલ તો રઝળવાનો વારો આવ્યો છે. અને સૌથી મોટા અંદાજિત 7 વર્ષીય બાળક સાથે ચારેય બાળકોએ માતપિતાનો આશરો ગુમાવ્યો છે.


Share

Related posts

ગોવા થી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ રેલવે

ProudOfGujarat

ભરૂચ : નગરપાલિકાએ ખાડા પુરવા મૂકેલી ગાડીનું મટીરિયલ પ્રાઈવેટ દુકાનદારોને આપતા હોવાની ચર્ચા …!

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!