Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરની પોસ્ટઓફિસમાં કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો.

Share

અંકલેશ્વરની પોસ્ટઓફિસ પર સોશ્યલ ડિસ્ટન્સનાં ધજાગરા થતાં જોવા મળ્યા છે. અંકલેશ્વરની મુખ્ય પોસ્ટઓફિસમાં લોકોની ભારે ભીડનાં દ્રશ્યો જોવા મળ્યા છે. તો એક તરફ કોરોનાનો કાળો કહેર છે તેવામાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતનાં સરકારી નિયમોનાં ધજાગરા ઉડતા હોય તેવો માહોલ સર્જાયો છે. ચૌટા બજારની મુખ્ય પોસ્ટઓફિસ ખાતે લોકો સામાન્ય રીતે કોરોનાનાં કેસ ઘટયા હોય તેવી રીતે કામગીરી કરતાં હોય પરંતુ કોરોનાનો કાળમુખી પંજો હજુ ઓછો થયો નથી તંત્ર દ્વારા પણ કોઈ તકેદારી રાખવામાં આવતી નથી.

અહીં નોધનીય છે કે એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેકસીનની ઝુંબેશ હાથ ધરાતા કેસમાં ઘટાડો કરવાની વાતો થાય છે ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓ, પોસ્ટઓફિસ સહિતનાં સ્થળો પર લોકોની ભારે ભીડ થવાથી કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો થતો જોવા મળ્યો છે. તંત્રની ઘોર બેદરકારીનાં કારણે કોરોનાનાં પંજામાં વધુને વધુ લોકો હોમાય રહ્યા છે.

Advertisement

Share

Related posts

હાઇવે પર ટ્રાફિકજામ – ભરૂચથી સુરત જતા માર્ગ પર અનેક વાહનો અટવાયા, વરસાદમાં હાઇવેની સ્થિતિ ખરાબ થતા મુશ્કેલી ઉભી થઈ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ અર્ધ-નગ્ન આંદોલન- એસ ટી હડતાળ બીજા દિવસે પણ યથાવત.હજારો મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!