બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં જુના બોરભાઠા જવાના માર્ગ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેહુલભાઈ અશોકભાઈ વસાવા ગત સાંજના સમયે ક્રિકેટ મેચ જોવા માટ ગયા હતા, દરમિયાન ક્રિકેટ મેચ ચાલી રહી હતી તે સમયે તેઓ પાસે બોલ પહોંચતા તેઓએ બોલ આપવામાં વાર લગાડતા વિકેટ કિપિંગમાં ઉભેલા વ્યક્તિએ તેઓને બિભસ્ત ગાળો આપી હતી.
મેહુલભાઈએ તેઓને ગાળ ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા કમલેશ નામના ઇસમે સ્ટમ્પ લઈ દોડી આવી કેમ બોલ આપતો નથી, દાદો છે તેમ કહી બોચીના ભાગે તેમજ માથાના ભાગે સ્ટમ્પના સપાટા મારી તેમજ અન્ય ઈસમોએ પણ દોડી આવી તેઓ ઉપર બેટ વડે બરડાના ભાગે હુમલો કરી તેઓને ઇજાઓ પહોંચાડી હતી.
હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર શહેર પોલીસે કમલેશ અર્જુન વસાવા, રાકેશ, અજય અને યોગેશ વસાવા નામના ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.