Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં ડિસ્કો લાઇટો ચર્ચાનો વિષય બની છે. ભરૂચ નગરપાલિકાનાં અંકલેશ્વર વિસ્તારમાં લાઇટો સતત ચાલુ બંધ થતી જોવા મળી છે. અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પર લાઇટો પોતાની જાતે ચાલતી બંધ થતી હાલતમાં હોય આ લાઈટોની મરામતની કામગીરી કરવામાં આવે તેવી અહીંનાં વાહન ચાલકોની માંગણી છે.

અહીં નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં હાઇવેને જોડતા બ્રિજ બંધવામાં આવ્યા છે. આ બ્રિજમાં મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે. તાજેતરમાં ઓ.એન.જી.સી નજીક બ્રિજ પરની લાઇટો બંધ હાલતમાં હોય જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારની ચાલુ બંધ થતી ખરાબ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અહીંનાં રાહદારીઓની માંગણી છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાનો બોસ પાર્ટી ડાન્સ ચાહકો કિયારા અડવાણી અને રશ્મિકા મંડન્નાના ડાન્સ કરતાં વધુ પસંદ કરી રહ્યા છે!

ProudOfGujarat

ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગના વિરોધમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન.

ProudOfGujarat

ભરૂચ સિવિલમાં દર્દીઓને ડીજીટલ એકસ રેની સુવિધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!