Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં રાજપીપળા રોડ પર આઝાદ નગર ખાતેનાં મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લામાં બુટલેગરો કેટલી હદે બફામ બન્યા છે તેના જીવતા જાગતા પુરાવા અવારનવાર પોલીસ પકદમાં આવતા બુટલેગરો આપી રહ્યા છે, જિલ્લામાં ચાલુ વર્ષે જ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે, અને હજુ પણ પોલીસ કાર્યવાહીમાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે.

અંકલેશ્વરનાં જીઆઈડીસી નાં રાજપીપળા રોડ પર આવેલ આઝાદ નગર ખાતેનાં એક મકાનનાં રૂમમાં ભરૂચ ક્રાઈમ બ્રાંચે બાતમીનાં આધારે દરોડા પાડ્યા હતા, જેમાં રૂમમાં સંતાડેલ પુઠ્ઠાનાં 21 જેટલા બોક્સમાંથી 1 લાખની કિંમતની વિદેશી દારૂની 720 બોટલ ઝડપાઇ હતી.

Advertisement

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે દિલીપ સોમાભાઈ પરમાર રહે.વિહાર ધામ સોસાયટી, સારંગપુર અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વડોદરામાં કાર ચાલકે દિવ્યાંગના મોપેડને ટક્કર મારતા એકનું મોત

ProudOfGujarat

ઝઘડીયા : સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોને પગલે માર્ગની બંને તરફ ગતિ અવરોધક બનાવવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!