Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જવેલર્સમાંથી સોનાની બંગડીઓ લઇ રફુચક્કર થયેલ મહિલાઓ ઝડપાઇ ..!!

Share

અંકલેશ્વરનાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલ મારુતિ જવેલર્સમાં ખરીદી કરવા આવેલ એક મહિલાની સોનાની બંગડીઓ અન્ય ત્રણ જેટલી મહિલાઓએ નજર ચૂકવી ચોરી કરી લઇ જઇ ફરાર થતા મામલો અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતો.

અંકલેશ્વર શહેર પોલીસે મારુતિ જવેલર્સ ખાતે પહોંચી જઈ જવેલર્સમાં લાગેલ સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ કરતા તેમાં ત્રણ જેટલી મહિલાઓ નજરે પડી હતી જેઓ ખરીદીનાં બહાને જવેલર્સમાં આવી હતી અને ત્યારબાદ અન્ય એક મહિલા કે જે પણ ખરીદીમાં મશગુલ હોય તેની નજર ચૂકવી તેની સોનાની બંગડીઓ બાજુમાં બેસેલ મહિલાએ સાતીરતા પૂર્વક ચોરી કરી ફરાર થઇ જવા પામી હતી.

ચોરી કરવા આવેલ મહિલાઓની તમામ કરતૂટ જવેલર્સમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા અંકલેશ્વર શહેર પોલીસે મામલે ત્રણ જેટલી મહિલાઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.

ProudOfGujarat

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ નું ગોધરા APMC ખાતે લાઇવ પ્રસારણ યોજાયુ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલની લાઈફલાઈન હોસ્પિટલ ખાતે કેન્સર અને આંખ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!