Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કોસમડી નજીક શાળાએ જતા વિદ્યાર્થીને ટ્રકની ટક્કર વાગતા કમકમાટીભર્યું મોત.

Share

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આજે સવારે ટ્રકની અડફેટે આવી જતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા, અકસ્માતનાં પગલે થોડા સમય માટે ટ્રાફીકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતે આવેલ વ્હાઇટ કોલોની વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય જયેશ સી વાહી નામનો એમ.જે ફૂલે સ્કૂલનો વિદ્યાર્થી તેના રાબેતા સમય મુજબ શાળાએ જઈ રહ્યો હતો દરમિયાન કોસમડી નજીક રોડ ક્રોસ કરવા જતાં જયેશને સામેથી આવતી ટ્રક નંબર AP 16 te 6796 નાં ચાલકે અચાનક અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાઓનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો, અકસ્માતમાં બાળકનાં મોતનાં પગલે એક સમયે લોક ટોળા ભેગા થતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલા અંગે ફરાર ટ્રક ચાલકની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા સાથે જ મૃતક જયેશની લાશને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય દ્વારા વાર્ષિક સંમેલનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડિયાનાં સોસાયટી રહીશોએ સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહેણાંક વિસ્તારમાં ટાવર નાખ્યા બાબતે વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!