ઔદ્યોગિક વસાહતોમાં પ્રોજેકટો શરૂ કરવા માટે પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષો ઉછેરવા અને નિભવવાની શરતો આપવામાં આવે છે અને પ્રોજકટ મુજબ ગ્રીન બેલ્ટ ઉભા કરવાનો ખર્ચ અને વિસ્તાર નક્કી કરવામાં આવતો હોય છે અને એ શરતો પૂરી કરવા દરેક કંપનીઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ માટે કંપનીઓ દ્વારા પ્રસિદ્ધિઓ પણ કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ દ્વારા આ બાબતે સારી કમગીરી પણ કરી છે. પરંતુ મોટા ભાગની કંપનીઓ ફક્ત દેખાવ ખાતર અને ચોપડે ખર્ચ બતાવવા ખાતર વૃક્ષારોપણ કરે છે પરંતુ પછી તેની માવજત કરવામાં આવતી ના હોવાના કારણે કે હવા અને પ્રદુષિત અને પાણી ના મળવાના કારણે મોટા મોટા વૃક્ષો મરણ પામે છે. આ પર્યાવરણને મોટું નુકશાન છે.
અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં નોટિફાઇડ વિસ્તારમાં નોટિફાઇડ કચેરી ઓ દ્વારા અનેક ગ્રીન બેલ્ટ તૈયાર કરવા વૃક્ષારોપણ તો કરવામાં આવે છે પરંતુ તેની માવજત થતી ના હોવાના કારણે અનેક વૃક્ષોનું મરણ થાય છે અને તેની કોઈ નોંધ લેવાતી નથી.
પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મિલ લિમિટેડ નામની કંપની દ્વારા તેમની દીવાલ સાથે વૃક્ષારોપણ થયું હતું જ્યાં વૃક્ષો મોટા થયા પછી સુકાઈ ગયા છે. આ વૃક્ષોને રોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હશે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા આ બાબતે કંપનીનાં જવાબદાર મેનેજર સોલંકી સાહેબને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે “અમારી કંપનીની દીવાલ સાથે અમો એ સુશોભન અર્થે અમારા ખર્ચે વૃક્ષોનું રોપણ કર્યું હતું વૃક્ષો મોટા થયા હતા પરંતુ અમારા દ્વારા ઉધઈની દવા નાખવામાં આવતા વૃક્ષો સુકાઈ ગયા છે.” આમ એક જવાબદાર અધિકારી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે અને વૃક્ષો સુશોભન અર્થે રોપણ કર્યાનું જણાવી પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારીની ગંભીરતા બાબતે અસમજ દર્શાવી રહ્યા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ” કંપનીઓ અને નોટિફાઇડ કચરીઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષો રોપણ થાય છે પછી એ વૃક્ષો માવજત ના અભાવે કે હવા, પાણીનાં પ્રદુષણને કારણે સુકાઈ જાય છે. આમ પર્યાવરણની જાળવણી અર્થે મોટા થયેલ વૃક્ષોનું મરણ પર્યાવરણને નુકશાન છે. તેથી આ બાબતે પણ ઓડિટ થવું જોઈએ કે કેટલા વૃક્ષો જીવિત છે ? કેટલાનું મરણ થયું ? અને મરણના કારણો શુ છે ? “તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે.