Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સો સાથે ગાંજાનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

Share

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થોનો જથ્થો પકડી પાડી બે આરોપીઓને કબ્જે કર્યા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશા યુકત પદાર્થોનું વેચાણ અટકાવવા માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ભરૂચ એસ.ઓ.જી પોલીસનાં પી.આઇ કે.ડી મંડોરા, પો.સ.ઇ એમ.આર. શકોરિયાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ એસ.ઓ.જી નાં જવાનો ચાર્ટર મુજબની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન હે.કો અનિરુદ્ધસિંહને બાતમી મળેલ કે અંકલેશ્વર વિસ્તારમાં ડેપો તરફથી સ્ટેશન તરફ જતાં રોડ ઉપર એક શખ્સ કાળા કલરની એકસેસ ટુ વ્હીલર ગાડી પર ગાંજો લઈને આવનાર છે જે ચોકકસ બાતમીનાં આધારે પોલીસ ઇન્સપેકટર એફ.કે.જોગલ અને એસ.ઓ.જી ની ટીમે કામગીરી કરેલ એકસેસ ટુ વ્હીલર સવાર આરોપી (1) સિરાજ સાદીક શેખ (2) રસીદાબાનું સાદીક શેખ બંને રહે. અદનાન એપાર્ટમેન્ટ, ભાટવાડ સુરતી ભાગોળ, અંકલેશ્વરને પોલીસે ટુ વ્હીલરની તલાશી લેતા ગાડીની ડીકીમાંથી ગેરકાયદેસર નાશકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાનો કુલ જથ્થો 2 કિલો 55 ગ્રામ જેની કુલ કિંમત રૂ. 12,330 અને મોબાઈલ ફોન તથા ગાડી ટુ વ્હીલર એક્સેસ-125 ની કુલ કિંમત રૂ. 87,330 નાં મુદ્દામાલ સાથે ભરૂચ એસ.ઓ.જી એ પકડી પાડયા છે અને બંને આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના હાઈવે પરઆવેલ નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાપર્ણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!