Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં પ્રતિન ઓવરબ્રિજ નજીક અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ રાહદારી યુવકને પથ્થર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ચકચાર મચ્યો છે…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ વિસ્તારમાં ગત રાત્રીના સમયે બાઇક પર સવાર થઇ આવેલા બે જેટલા ઈસમોએ ડેડીયાપાડાના ધના ધમાણિયા નામના ઈસમ પાસે આવી પહોંચી તેને પથ્થર મારી ઇજાગ્રસ્ત કરી તેની પાસે રહેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ઘટના અંગે ધના ભાઈએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી અજાણ્યા બાઇક સવાર ઇઅમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, મહત્વનું છે કે અંકલેશ્વરમાં રાત્રીના સમયે લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોય તેમ અવારનવાર સામે આવતી આ પ્રકારની ઘટનાઓ ઉપરથી કહી શકાય તેમ છે.

Advertisement

હાલ તો અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ઉપર અંકુશ મેળવવા માટે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરે તેવી લોક માંગ કરવામાં આવી છે.


Share

Related posts

કોરોનાને લઈ આમોદની લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકાની ટીમે ૧૦ થી વધુ લારીવાળાને દંડ ફટકાર્યો.

ProudOfGujarat

નડિયાદના અરેરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!