પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉછાલી અવાદર ગામની સીમમાં ગત રાત્રીના સમયે ગામ પાસે આવેલ દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની કચેરી પાસે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી છવાઈ હતી, દીપડાના દેખા દેતા આસપાસના ગામ જુના કાસીયા, તેમજ માંડવા ગામ ખાતે વસતા લોકોમાં ફફડાટ છવાયો હતો.
મહત્ત્વ નું છે કે ભરૂચ નજીકના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની વસ્તી વધુ પ્રમાણમાં હોય અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી જઈ રહી છે, જેમાં કેટલાક બનાવોમાં દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવે છે જેમાં મોટા ભાગે પશુઓ પર હુમલાની ઘટનામાં વધારો જોવા મળે છે. હાલ તો આ પ્રકારની ઘટનાઓ સામે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને જે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
Advertisement