Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે આવી જતાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું.

Share

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરનાં હાર્દસમાં વિસ્તાર એવા ત્રણ રસ્તા સર્કલ નજીક સાંજના સમયે ગફલત ભરી રીતે હંકારતા ટ્રક ચાલકે એક સાઇકલ સવારને અડફેટમાં લીધો હતો. અકસ્માતના પગલે સાઇકલ સવારને ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ત્રણ રસ્તા સર્કલ નજીકનું શાક માર્કેટ હટાવવા માટે જાગૃત નાગરિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે. તેમ છતાં પણ શાક માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા આજદિન સુધી હલ થઇ નથી. જેના કારણે અવારનવાર શાક માર્કેટ નજીક અકસ્માતોના બનાવ બનતા રહે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

લીંબડી ટાંકી ચોક પાસે બે મહાકાય પીપળાના ઝાડ ઉગી નીકળલ છે જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!