અંકલેશ્વર જીઆઇડીસી માં ડી.એ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ત્રિ દિવસીય 11 માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે, 6 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેગા પ્રદર્શનમાં નાના – મોટા થઇને 120 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના મહામારીના કપરા સમયમાં પણ એક્સપોને સફળતા મળતા સ્ટોલ ધારકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી માં 11 માં ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનની શરૂઆત તારીખ 4 થી ફેબ્રુઆરીના રોજ થઇ હતી. કોરોના મહામારીના કપરા સમયમાં ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિબિશન માટે ઉદ્યોગ મંડળ દ્વારા ડિસેમ્બર મહિનાથી આયોજન કરવામાં આવી રહ્યુ હતુ અને છેલ્લા દોઢ બે મહિનાના પ્રયત્નો સફળ થયા હતા.
એઆઈએ 11 માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોના ચેરમેન પ્રવીણ તેરૈયા એ જણાવ્યુ હતુ કે કોરોના મહામારીના સમયમાં એક્સપોનું આયોજન કરવુ કે નહિ તે પણ એક મુંજવણ ભર્યો પ્રશ્ન હતો, પરંતુ કોરોના અંગેની સરકારની ગાઈડ લાઈન મુજબ એક્સપોનું આયોજન કરવામાં આવ્યુ અને જેમાં ઉદ્યોગ મંડળના સભ્યો સહિત સ્ટોલ ધારકોના સહયોગથી એક્સપોને સફળતા મળી છે, અને મુલાકાતીઓ પણ એક્સપોની ઉત્સાહભેર મુલાકાત લેતા સ્ટોલ ધારકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.