Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તા. 4 નાં રોજ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2021 યોજાશે.

Share

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આગામી તા.4 ફેબ્રુઆરીથી ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું આયોજન કરાયું છે. જેની આજે એક પત્રકાર પરિષદ યોજાઈ ગઈ.

આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝનાં આગેવાનોએ જણાવ્યુ હતું કે આગામી તા. 4,5 અને 6 નાં રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2021 કોરોનાની ગાઈડલાઇન અનુસાર હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્મોલ, મીડિયમ અને લાર્જની કેટેગરીમાં ઉત્તમ દેખાવ કરનાર એક્ષ્પો માલિકોને ભરૂચનાં અગ્રણીઓનાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ એક્ષ્પોનું ઉદ્ઘાટન સમારોહ લઘુઉદ્યોગ ભારતીનાં અધ્યક્ષ પ્રદીપભાઇ પ્રજાપતિ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લુ મૂકવામાં આવશે. આ સાથે જ ભરૂચનાં કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા સહિતનાં મહેમાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે અંકલેશ્વરમાં આ 11 માં એસોસીએશનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, પાનોલી, વડોદરા અને સુરતનાં જી.આઇ.ડી.સી. નાં તમામ નાના-મોટા એકમોનાં માલિકોને અંકલેશ્વરનાં આ એક્ષ્પો 2021 ની મુલાકાત લેવા અમો અંકલેશ્વર એસોસીએશનનાં સભ્યોનો અનુરોધ છે.

Advertisement

Share

Related posts

સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ સામે રાજકોટની મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!