Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે નવા વર્ષની ઉજવણી ની દારૂ થકી મજા માણતા નબીરાને દારૂ પહોંચાડવા માટે બુટલેગર પણ સક્રીય થયા છે. જિલ્લામાં સક્રિય બનેલ બુટલેગરોને ઝડપી પાડવા માટે હવે પોલીસે પણ કમર કસી છે. આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અંદાડા રોડ ઉપર વાધીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂના ભરી પસાર થતી ઈકો ગાડી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર:-GJ-15-CJ-3724 ને રોકી તપાસ કરતા ગાડીમાંથી 180 તેમજ 750 ML ની વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ:252 જેની કુલ કિંમત રૂ 28,800 તથા એક ફોરવીલ ઈકો ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ કિંમત રૂપિયા 3,28,800 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક સરફરાજ ઈમ્તિયાઝ ઉસ્માન ગની શેખ ઉમર વર્ષ 26, રહે જમાઈ મોહલ્લા, જુના મામલતદાર કચેરી પાછળ, અંકલેશ્વરને ઝડપી પાડી તેના વિરોધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

પત્નિના આડાસબંધોની શંકાએ પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કુવામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

ProudOfGujarat

અમદાવાદમાં ધોધમાર વરસાદ : આગામી બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!