ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અવાર-નવાર ઓવરલોડેડ જોખમી ટ્રકો દ્વારા અકસ્માત સર્જાતા રહે છે. આ અગાઉ પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વિસ્તારોમાં ઓવરલોડેડ ટ્રક ફરતા હોય રહેવાસીઓએ ભય વ્યક્ત કર્યો હતો. તેવામાં આજે સવારે ભરૂચના વાલિયારોડ પર શેરડી ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના વાલિયા રોડ પર માનવમંદિર નજીક શેરડી ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચ્યાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ઈજા પામેલ ચારેય વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અહીં નોંધનીય છે કે ઓવરલોડેડ ટ્રકો પર સરકારે નિયમો બનાવવા જોઈએ તેમજ નિયત વિસ્તાર અને નિયત સમય સિવાય ઓવરલોડ ટ્રકો ને પસાર થવાની મંજૂરી પણ સરકારે નિશ્ચિત કરવી જોઈએ. અવાર-નવાર ઓવરલોડ ટ્રકોથી સ્થાનિકોને અકસ્માતનો શિકાર બનવું પડે છે. તે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના રહેવાસીઓ ઓવરલોડ ટ્રકો ફરતી રહે છે અને ટ્રકોને શહેરી વિસ્તારમાંથી નિકળવા પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવું અંકલેશ્વરના રહેવાસીઓ જણાવી રહ્યા છે.
અંકલેશ્વરના વાલિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
Advertisement