અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. અંકલેશ્વરની કેનાલની કામગીરીને કારણે આ વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે અથવા અંકલેશ્વરનાં રહેવાસીઓએ ટેન્કર મંગાવી પાણી મેળવવું પડશે.
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાજપીપળા ચોકડી પાસે કેનાલની કામગીરીને લઈ અંકલેશ્વરનાં રહેવાસીઓએ બે દિવસ પાણી વગર ચલાવવું પડશે. નગરપાલિકાનાં તળાવમાં આગામી પાંચ દિવસ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના કાળ છે જેમાં સરકાર દ્વારા નાગરિકોને વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવે છે આવા સંજોગોમાં ધનાઢય પરિવારો તો પાણીનાં ટેન્કર અથવા અન્ય કોઈ રીતે વ્યવસ્થા કરી શકે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો પાણી વગર બે-બે દિવસ સુધી કેમ કામ કરી શકે ? તેવા અનેક પ્રશ્નો આ વિસ્તારનાં રહેવાસીઓનાં મુખે ચર્ચાઇ રહ્યા છે.
Advertisement