Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ખરોડ હાઇવે-૪૮ પાસેની હોટલના રૂમમાં સુરતના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

Share

અંકલેશ્વર ની ખરોડ ચોકડી નેશનલ હાઇવે ની બાજુ માં આવેલ સર્વોત્તમ હોટલ ના રૂમ માં સુરત ના ૩૪ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તાર માં કેશવપાર્ક સોસાયટી માં રહેતા ૩૪ વર્ષીય નિલેશ બાબુભાઇ ગાંગાણી તા. ૨૦ જાન્યુઆરી ના રોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ પાસે નેશનલ હાઇવે નંબર-૪૮ ની બાજુમાં આવેલ સર્વોત્તમ હોટલ ના રૂમ માં રોકાયા હતા દરમ્યાન નિલેશ ગાંગાણી એ કોઈક અગમ્ય કારણોસર રૂમ ના છત ના પંખા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના ની જાણ હોટલ ના સંચાલકો ને થતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહ ને નીચે ઉતારી પોષ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં પીપદરા ચોકડીથી સંજાલી ગામ જવા તરફ જવાના રોડ પર હજારો રોકડ રૂપિયાની લૂંટ, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!