Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલૂકાના ખરોડ ખીદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

Share

અંકલેશ્વર તાલુકાના ખરોડ “ખીદમતે ખલ્ક ફાઉન્ડેશન-ખરોડ” સંસ્થા દ્વારા ગુરુવારના રોજ એસ.એમ.બદાત રેસી. સ્કૂલ, કોંઢમાં જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં હાલમાં શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ૧૨ નોટબુકનો એક સેટ, સ્વાધ્યાય પોથી તથા નકશા પોથીનું વિતરણ “ખીદમતે ખલ્ક ફાઉન્ડેશન- ખરોડ” સંસ્થાના હોદ્દેદારો જનાબ મકસુદભાઈ ખરોડીયા તથા જનાબ મોહમદભાઈ કાઝી ના હસ્તે કરવામાં આવ્યું. શાળાના આચાર્ય જનાબ અયાઝ ખરોડીયાએ પોતાના વક્તવ્યમાં આ સંસ્થા દ્વારા થતી સામાજિક કામગીરીને ખૂબ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામા ખૂબ મહેનત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મ.શિ. જનાબ અશરફ ધોરાત સા. દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આવનારા સમયમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને પણ આજ પ્રકારે નોટબુક, સ્વાધ્યાય પોથી તથા યુનિફોર્મની સહાય આપવા માટેનું વચન સંસ્થા વતી હોદેદારોએ આપ્યું છે.

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આમોદ પહોંચેલી ગાંધી સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat

ગોધરાનાં પાવર હાઉસ ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજીનાં વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!