અંકલેશ્વરમાં રાજપૂત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા ખાતે રાજપૂત કરણી સેનાનાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તાંડવ વેબ સીરીઝનાં પોસ્ટરો સળગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કરણી સેનાએ સૂત્રોચ્ચાર કરી તાંડવ વેબ સીરીઝ હિંદુ વિરોધી હોવાની વાત કરી તાંડવનો વિરોધ કર્યો હતો. ઠેર-ઠેર કરણી સેનાએ તાંડવ વેબ સીરીઝનાં પોસ્ટરો સળગાવી કાપોદ્રા પાટીયા પાસે કરણી સેનાનાં ઉપપ્રમુખને સાથે રાખી વિરોધ પ્રદર્શિત કરી તાંડવ વેબ સીરીઝ પ્રસારિત ન કરવા નારાબાજી કરી હતી.
આ અગાઉ પણ અનેક ફિલ્મ કે વેબ સીરીઝનો વિરોધ કરાયો છે ત્યારે આ અગાઉ રામલીલા નામની ફિલ્મના વિરોધનો વંટોળ ઉદભવ્યો હતો તે વખતે પણ વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને સેન્સર બોર્ડ તેમાં ફેરફારોની સૂચના આપી હતી જોઈએ આગામી સમયમાં “તાંડવ” ને લઈ સેન્સર બોર્ડ કેવા નિર્ણયો કરે છે ?