અંકલેશ્વર જી.આઇ.ડી.સી.નાં બિસ્માર રસ્તાનાં મુદ્દે અંદાડા ગામનાં એક યુવાને વિરોધ પ્રદર્શિત કર્યો છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે અંદાડા ગામનાં સંદીપ લિંબાચિયા નામનાં યુવાને તંત્ર સામે અકોકકસ મુદ્દતનું ઉપવાસ આંદોલન કરી ગાંધીગીરી દ્વારા પોતાની વાત સરકાર સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. એશિયન પેન્ટ ચોકડી વિસ્તારમાં રોડ સાઈડ પર આ યુવાને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કર્યું છે. અંકલેશ્વરમાં દરેક જગ્યાએ રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. થી આ માર્ગ ભરૂચ જિલ્લાનો હાર્દસમો વિસ્તાર માનવમાં આવે છે તેમ છતાં અહીં અવારનવાર સરકારને રજૂઆત કરવા છતાં બિસ્માર માર્ગનાં કાર્યો થતાં નથી આથી સરકારને જગાડવા માટે અહીં અચોકકસ મુદ્દતનાં ઉપવાસ કરવામાં આવ્યા છે.
અહીં નોંધનીય છે કે અવારનવાર શહેરમાં રોડ રસ્તાનાં કાર્યોમાં ભાજપ સરકારની ભ્રષ્ટાચાર ભરી નીતિ જોવા મળે છે. આર.સી.સી નાં બનેલા રોડ પણ થોડા સમયમાં જ ધૂળ ઘાણી થઈ જતાં હોય છે તેવામાં અહીં આજે ભરૂચનાં એક યુવાન દ્વારા સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શહેરમાં જી.આઇ.ડી.સી. જેવા વિસ્તારમાં સારા રસ્તા બનાવવા માટે આંદોલન કરવામાં આવે છે. આ યુવાન દ્વારા અચોકકસ મુદ્દતનાં ઉપવાસ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જોઈએ આ યુવાનની ગાંધીગીરી દ્વારા ભાજપની જાડી ચામડીની સરકારને કેટલી અસર થાય છે અને શહેરમાં કેટલી જગ્યાએ સારા માર્ગોનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવે છે ?