ભરૂચ જીલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે દિન-પ્રતિદિન વાયુ પ્રદૂષણમાં વધારો થતો જાય છે. આજે એકાએક અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર, ઝધડિયા, દહેજ જેવા વિસ્તારોમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી છે. આ ખાનગી કંપનીઓ દ્વારા અવારનવાર વાયુ પ્રદૂષણ છોડવામાં આવતા અંકલેશ્વરનાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. વાયુ પ્રદૂષણમાં AIQ ઇન્ડેક્ષમાં આંકડો PM 2.5 સાથે 320 પર પહોંચ્યો છે. આ મહિનામાં વાયુ પ્રદૂષણમાં અનેક વખત વધારો નોંધાયો છે. અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વધી જતાં લોકોનાં સ્વાસ્થ્ય પર આ પ્રદૂષણ ખતરા સમાન છે તેવું અહીં વસવાટ કરતાં સ્થાનિકોનાં મુખે ચર્ચાઇ રહ્યું છે.
અહીં નોધનીય છે કે ભરૂચની આજુબાજુનાં વિસ્તારોમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી છે. આ કંપનીમાંથી અવારનવાર વધુ પડતું વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. આજે અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ રેડ ઝોનમાં પહોંચી ગયું છે. આગામી સમયમાં રેડ ઝોનમાં પહોંચી ગયેલું વાયુ પ્રદૂષણ લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે તેવા સંકેતો અનેક વખત લોકો આપતા રહે છે. અંકલેશ્વરનાં રહેવાસીઓ વાયુ પ્રદૂષણથી અકળાઇ ઉઠ્યા છે તેવું ગણી વખત અહીં વસવાટ કરનારાઓએ મીડિયા સમક્ષ જણાવ્યુ છે.