Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી જુગારનાં બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી રૂપિયાની હારજીતનું ચાલતું સટ્ટા-બેટિંગનું જુગારધામ ભરૂચ એલ.સી.બી. ની ટીમે પકડી પાડયું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચમાં ચાલતી દારૂ/જુગારની પ્રવૃતિઓને નેસ્ટ નાબૂદ કરવા માટેની સૂચના મળતા એલ.સી.બી. ની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વરનાં નવાદીવા ગામે શામજી ફળિયામાં જાહેરમાં આંક ફર્કનાં આંકડાનો હારજીતનો જુગાર ચાલે છે જે બાતમીનાં આધારે નવાદીવા ગામે એલ.સી.બી. ની ટીમે દરોડો પાડતા જાહેરમાંથી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે શખ્સો (1) મનીષ ઉર્ફે કાનો નટવરભાઈ વસાવા રહે. નવાદીવા શામજી ફળિયું,અંકલેશ્વર (2) મહેશભાઇ રેશ્માભાઈ વસાવા રહે. નવાદીવા પટેલ ફળિયું, તા.અંકલેશ્વર નાઓને જાહેરમાં જુગરા રમતા પોલીસે રોકડ રકમ રૂ.10,985 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ ગુજરાત પોલીસ આવાસ નિગમની નવનિર્મિત વડી કચેરીનું કરશે લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રહેશે ઉપસ્થિત

ProudOfGujarat

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ… બ્લાસ્ટ થતાં કંપનીનો પ્લાન્ટ ધરાશાયી. બે કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!