ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી છે આ કામગીરીમાં વળતર ચુકવ્યા વગર સરકારે કામગીરી હાથ ધરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભરૂચ જીલ્લામાં હાલ વડોદરા, મુંબઈ એકસપ્રેસ વે ની કામગીરી ચાલી રહી હોય જેનો વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોએ નારા બાજી કરી હતી.
ભરૂચનાં અંકલેશ્વરનાં દિવા ગામ ખાતેથી પસાર થતાં એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી નારા બાજી કરી જણાવ્યુ હતું કે જો આ વિસ્તારમાં કોઈ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર, સરકારની રહેશે તથા નેશનલ હાઇવે ઓથોરીટીની રહેશે. આ તકે વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોએ પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવેલ લેન્ડ એકવીજીશન એસ્ટ 2015 નાં નીતિ નિયમો મુજબ કામગીરી કરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. જો આ કાયદા મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં નેશનલ હાઇવે ઓથોરીટીનું ભરૂચ, આમોદ સહિતની જગ્યાઓ પર બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી આપી છે.
અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે આ વિકાસ કાર્યોમાં ખેડૂતોને અસંતોષ કે અહિત થાય ત્યારે ખેડૂતો દ્વારા ચાલતી કામગીરી અટકાવવામાં આવે તે પણ સ્વાભાવિક વાત છે. અહીં જે વિરોધ છે તે લેન્ડ એકવીજીશન એકટ મુજબનો છે. આથી અહીં વિરોધનો વંટોળ ચરમસીમાએ પહોંચ્યો છે. જો આગામી સમયમાં ખેડૂતોનાં હિતની વાત સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો મોટાપાયે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે.