= રોજગાર વાંચછુઓ ને ડ્રાઇવીંગ શીખાવી લાયસન્સ કાઢી આપવા નું ભગીરથ કાર્ય માટે પહેલ કરતું ટ્રસ્ટ.
= આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભરૂચના એ.એસ.પી અને હાલ અંકલેશ્વરના અતુલકુમાર બંસલ (આઇપીએસ) ની વિશેષ હાજરીમાં
કોવિડ-૧૯ની ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો.
ખરોડ ગામે કાર્યરત રેહમા ફાઉન્ડેશન મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગતરોજ રોજગાર વાંચ્છુકો માટે ડ્રાઇવરો માટે ટ્રેનિંગ સ્કુલમાં ડ્રાઇવીંગ શીખવી લાયસન્સ કાઢી અપાવવાનો એ.એસ.પી અતુલ કુમાર બંસલ (આઇપીએસ) ની હાજરીમાં કોવિડ-૧૯ ની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના ખરોડ રેહમા ફાઉન્ડેશન મેડિકલ અને વેલફેર ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ યુવાનોને કોઇ પણ ચાર્જ વિના ડ્રાઇવિંગ શીખવવા અને લાયસન્સ કાઢી આપવા માટે કોર્સ કરવા રોજગાર વાંચ્છુકો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં ૬૦ જેટલા ઉમેદવારો એ ડ્રાઇવીંગ શીખવા અરજી આપી હતી જેમાંથી હાલમાં ૩૨ જેટલા ઉમેદવારોને કોઇ પણ નાતજાતના ભેદભાવ વગર તેઓની અરજીને એપ્રૂવલ આપી આ કાર્યક્રમમાં આઇ.પીએ.સ ઓફિસર અતુલ કુમાર બંસલની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન આઇ.પી.એસ ઓફિસર અતુલકુમાર બંસલે હાજર રહીને રેહમા ફાઉન્ડેશન મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને ટ્રસ્ટના સમાજ સેવકોને આમ સમાજ માટે સારા કાર્યો કરવા બદલ તેઓને આવકારી પ્રાસંગિક ઉદ્બબોધન કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન ખરોડના મુફતી ઇમરાન સાહેબે સંક્ષિપ્તમાં સંસ્થાનો પરીચય આપ્યો હતો જ્યારે ખરોડના રહીશ શિક્ષક જાવીદભાઇ કરોડિયાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે રેહમા ફાઉન્ડેશન એન્ડ મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ ચરણમાં રોજગારીથી વંચીત યુવાનોને ચાર જેટલી રીક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે બીજા ચરણમાં ૧૨૦ જેટલી છોકરીઓને સીવણકામનાં ક્લાસ ચલાવી ટ્રેનીંગ આપવામાં આવી છે અને હવે ત્રીજા ચરણમાં ડ્રાઇવીંગ શીખી રોજગારી મેળવવા માંગતા જરૂરતમંદ યુવાનોને ડ્રાઇવીંગ ક્લાસ ટ્રેનીંગ કરાવવાનું કાયૅ ટ્રસ્ટ કરવા જઇ રહ્યું છે અને તે માટે ડ્રાઇવીંગ સ્કુલના સંચાલકને પણ હાજર રાખી જણાવ્યું હતું કે જેનાથી યુવાનો ડ્રાઇવીંગ શીખી આત્મનિર્ભર બની પી.એમ નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતનાં સત્રને સાર્થક કરશે દરમ્યાન કાર્યક્રમમાં અતિથિ વિશેષ એ.એસ.પી અતુલકુમાર બંસલ (આઇપીએસ) તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હું રેહમા ફાઉન્ડેશન મેડિકલ & વેલફેર ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કરુ છું કે આવા ભલાઇના કામમાં મને હાજર રહેવાનો મોકો આપ્યો તેમ કહી જણાવ્યું હતું કે સમાજ સેવા જ સૌથી મોટી દેશભક્તિ છે અને એ જ ધર્મપણ છે જે રેહમા ફાઉન્ડેશને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફાઉન્ડેશને અગાઉ ઓટો રીક્ષાનું વિતરણ કયુઁ અને છોકરીઓને સીવણકામની ટ્રેનીંગ આપવામાં આવી અને હવે ડ્રાઇવીંગ શીખાવી લાયસન્સ આપવા આગળ વધી રહ્યા છે તે સરાહનીય કામ છે જ્યારે આપણા પ્રધાનમંત્રીનું સપનું છે કે ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારત માટે જરૂરી છે કે દરેક ને રોજગાર મળે અને દરેક પોતાની જાતે પગભર થાય અને જ્યારે એક વ્યક્તિને રોજગાર મળે છે તો તે વ્યક્તિ આખા પરિવાર માટે આશિર્વાદરૂપ સાબિત થાય છે ત્યારે ફાઉન્ડેશન જે કામગીરી કરી રહ્યુ છે તે સરાહનીય છે અને આ કામ આવરીતપણે ચાલુ રાખવા ફાઉન્ડેશનને જણાવ્યું હતું કારણ કે આ જે ડ્રાઇવીંગનું જે પ્રોફેશન છે તે એક રીસપોનસીબલ કામ છે.
આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખ એક્સિડન્ટ થાય છે આશરે પાંચ લાખ ફક્ત નોંધાતા આંકડા છે પરંતુ ખરેખર એક્સિડન્ટ વધુ થાય છે જેમાં અંદાજીત દોઢ લાખ લોકોના મોત થાય છે જે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી કહીએ છીએ તેમાં જે મોતના આંકડાઓ આવે છે તે રોડ અકસ્માતમાં થાય છે અને તેમાંથી જો ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરવામાં ન આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણા બધા અકસ્માતથી બચી શકાય છે અને અકસ્માત મોતનાં આંકડા પણ ઓછા થાય તેમ છે ત્યારે એક રીસપોનસીબલ ડ્રાઇવર હોવું ખુબ જરૂરી છે કેમ કે એક ડ્રાઇવર માટે જ નહિં પણ બીજાના જીવન માટે પણ રીસપોનસીબલ છે અને તે માટે સમાજ ને એક રીસપોનસીબલ ડ્રાઇવર મળે તે માટે રેહમા ફાઉન્ડેશન જે ડ્રાઇવિંગ શીખવી લાયસન્સ આપવાનું જે કામ કરી રહ્યા છે તે બિરદાવવા લાયક છે તેમ જણાવી શુભેચ્છા પાઠવી હતી અને આવા પ્રકારની સમાજ સેવા ચાલુ રાખવા હાકલ કરી હતી જેનાથી સમાજનો ઉધ્ધાર થાય છે અને સમાજની એકતા વધે છે જે સમાજ અને દેશ માટે સરાહનીય કામગીરી છે તેમ જણાયું હતું અંતે શિક્ષક જાવીદભાઇ કરોડીયાએ આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ એ.એસ.પી અતુલકુમાર બંસલ તા. પી.આઈ. ઓમકાર સીસોડીયા અને પોલીસ વિભાગ તથા બહાર ગામથી પધારેલ સલીમભાઇ ચેણીયા તથા ડ્રાઇવિંગ સ્કુલના સંચાલક તથા હાજર તમામ અને રેહમા ફાઉન્ડેશન અને મેડિકલ ટ્રસ્ટના સમાજ સેવકો ટ્રસ્ટીઓ મૌલાના મુહંમ્મદ કાજી, મકસુદ ભાઇ ફેન્સી, સોયબ ભાઇ ગંગાત, ફહદ ભાઇ ખરોડીયા અને સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
યુનુસ ભૈયાત