Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં ચૌટા નાકા પાસે રૂ. 30 હજાર ભરેલ થેલીની ચોરી…

Share

– વૃદ્ધ ખરીદીમાં વ્યસ્ત હતા તે દરમિયાન બની ઘટના.

– ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ.

Advertisement

– શહેર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં અનાજ કરીયાણાની દુકાને ખરીદી કરવા ગયેલા વૃદ્ધની રૂપિયાની થેલી શેરવી ચોર ભાગી રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગજાનંદ સોસાયટી હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા શાંતિલાલ પટેલ નજીકના બીડીવાળા અનાજ કરીયાણા જનરલ સ્ટોર ઉપર ખરીદી કરવા ગયા હતા અને તેઓ ખરીદી કરવામાં મગ્ન હતા તે દરમિયાન એક અજાણ્યો અંદાજિત ૩૦ વર્ષનો પીળા કલરની ટીશર્ટ પહેરેલ યુવાન શાંતિલાલ પટેલની રૂપિયાની થેલી લઈને ભાગી રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શાંતિલાલ પટેલે થેલીમાં રૂપિયા રોકડા ૩૦ હજાર અને એક મોબાઇલ ચોરી થઇ હોવાની ઘટનાનાં પગલે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ૯ હજારનો મોબાઇલ તથા રોકડા રૂપિયા 30 હજાર માળી ૩૯ હજાર ની ફરિયાદ નોધી વધુ તપાસ આરંભી છે.


Share

Related posts

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

ProudOfGujarat

રાજકોટ-જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો…..

ProudOfGujarat

ગોધરાના હરીભકતોએ કેમ ફટાકડા ફોડ્યા ? જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!