અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી.ને જોડતા બિસ્માર માર્ગનાં કારણે ફરી એક વખત ગ્રામ પંચાયતમાં વિવાદ સર્જાયો છે. આખરે આ માર્ગ પર સ્થાનિકો દ્વારા લોખંડની એંગલો ફિટ કરવામાં આવી છે.
અંકલેશ્વરનાં રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી.ને જોડતા રસ્તા પર રેલ્વે ક્રોસિંગ પાસે વહીવટીતંત્ર દ્વારા રોડ બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી તેમાં છતાં તંત્ર દ્વારા અહીં રોડનું કામ કરવામાં ન આવતા આખરે સ્થાનિક તંત્ર દ્વારા પરવાનગી લઈ અહીં રેલ્વે ક્રોસિંગ પાસે ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની એંગલો ફિટ કરવામાં આવી છે.
આ બિસ્માર માર્ગના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત અહીંથી અવાર-નવાર ભારે વાહનો પસાર થતાં હોય છે. જે ભારે જોખમી વાહનો પસાર ન થાય તે માટે પણ તંત્રને અનેક વખત રજૂઆતો કરાઇ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. માત્ર વહીવટીતંત્ર દ્વારા કાગળ પર બાહેંધરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી રોડ ના બનાવી ફક્ત ધુળના ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આજે ગ્રામ પંચાયતનાં લોકો અને સ્થાનિક લોકોએ એકઠા થઈ અહીં લોખંડની એંગલો ફિટ કરી છે.
અહીં નોંધનીય છે કે બિસ્માર માર્ગના કાર્યમાં ભેગા થયેલા લોકોનાં ટોળામાં સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના નિયમનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો. કોરોના મહામારી બાદ સરકારી ગાઈડલાઇનનું પાલન દરેક જગ્યાએ ફરજિયાત છે તેમ છતાં અહીંયા આ કામગીરી કરતાં લોકોનાં ટોળામાં સરકારી ગાઈડલાઇનનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો.