ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી છે જેના કારણે અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ રેડ ઝોનમાં પહોંચ્યાનું ખૂલ્યું છે. અહીંનાં રહેવાસીઓએ જણાવ્યુ છે કે અમો અહીં વસવાટ કરીએ છીએ અમારા સ્વાસ્થ્ય માટે આ વાયુ પ્રદૂષણ અત્યંત જોખમકારક છે.
તાજેતરમાં હવામાન ખાતના એક અહેવાલ મુજબ અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણ અતિશય વધી જતાં આ વિસ્તાર રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અતિશય વધી જતાં આઇકયુ ઇન્ડેથીમાં P.M. 2.5 સાથે આંકડો 304 પર પહોંચ્યો છે. જાન્યુઆરી માહિનામાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થનારું પણ જાણકારોએ જણાવ્યુ છે. અંકલેશ્વરનું આ વાયુ પ્રદૂષણ રેડ ઝોનમાં પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચી શકે છે.
ઉપરાંત આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોએ પણ જણાવ્યુ છે કે અંકલેશ્વરમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી હોય જાન્યુઆરી મહિનામાં આ વર્ષે સતત વાયુ પ્રદૂષણમાં વધારો અનુભવાયો છે તો આ વર્ષે આ વાયુ પ્રદૂષણ સીધું રેડ ઝોનમાં પહોંચી ગયું છે. અમારા સ્વાસ્થ્યને આ પ્રદૂષણ અત્યંત નુકસાન કરે છે તેમજ અમારી સરકાર સમક્ષ માંગણી છે કે સરકાર રેડ ઝોનમાં પહોંચેલા આ વાયુ પ્રદૂષણને અટકાવે અને ગંભીરતા દાખવી આ મુદ્દે સરકાર કોઈ યોગ્ય નિર્ણય કરે તેમજ આ વાયુ પ્રદૂષણને અટકાવવા માટે સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરવાની પણ આવશ્યકતા હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.