રાજ્યસભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગ અહમદભાઈ પટેલનાં સ્મરણાર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ફ્રી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ અહમદભાઈ પટેલની કબર ઉપર ફુલ ચડાવી ભાવુક બન્યા હતા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
૪૦ દિવસ પહેલા રાજ્ય સભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના પનોતાપુત્ર અહમદભાઈ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન નિધન થતા રાજકારણ શોકમાં ગરકાવ થયો હતો અને અહમદભાઈ પટેલના અંતિમ સંસ્કાર તેઓની ઈચ્છા મુજબ અંકલેશ્વરનાં પીરામણ ગામે તેઓના માતા-પિતાની નજીક કરાયા હતા અહમદભાઈ પટેલ તે અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યા હતા ત્યારે અહમદભાઈ પટેલના અધુરા કામ પુરા કરવા માટે પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાજબેન પટેલ તેઓના કામોને આગળ ધપાવી રહ્યા છે જેમાં સૌપ્રથમ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વાગત અહમદભાઈ પટેલના સ્મરણાર્થે ફ્રી મેગા મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વિપક્ષના નેતા અને અહમદભાઈ પટેલે પોતાના ગુરૂ માનતા પરેશ ધાનાણી પણ મેગા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવા સાથે કબ્રસ્તાનમાં અહમદભાઈ પટેલની કબર ઉપર ફૂલહાર ચડાવી શોક વ્યક્ત કર્યો હતો.
ફ્રી મેગા મેડિકલ અને સર્જીકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં નાજુભાઈ ફડવાલા સહિત અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા.