કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની તેમજ મૂત્રરોગ અને દાંતને લગતા રોગોની સર્જરીનો વિનામૂલ્યે લાભ અપાશે.
જેમના પ્રયત્નોથી અંકલેશ્વરમાં અને એમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટયુટ શરૂ થઈ હતી એવા સ્વર્ગીય અહેમદભાઇ પટેલના સ્મરણમાં આગામી તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા જનરલ સર્જરી તથા યુરોલોજી – કિડની,પ્રોસ્ટેટ અને પેશાબના રોગોની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવનાર છે. રેડિયોલોજી, પેથોલોજી, ઈકો કાર્ડિયોગ્રામ, ટી.એમ.ટી જેવી સેવાઓ તથા દવાઓ ડિસ્કાઉન્ટેડ ભાવથી આપવામાં આવનાર છે.
સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી,જનરલ મેડિસિન, દાંતના રોગો અને જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ કેમ્પ યોજાનાર છે, જેમાં અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે. હોસ્પિટલમાં યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય, હાડકા અને સાંધા, કિડની અને મૂત્રાશયના રોગોની સારવાર ફ્રી માં કરવામાં આવે છે. હોસ્પિટલના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે છે વધુમાં વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લે એવી અપીલ કરીએ છીએ. કારણ કે આ હોસ્પિટલ સ્વર્ગીય અહેમદભાઇ પટેલની વર્ષો જૂની મહેનત અને સ્વપ્નથી સર્જાયેલી હોસ્પિટલ છે.