Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પાસેથી બાતમીનાં આધારે જુગારધામ પકડી પાડતી પોલીસ કુલ રૂ.91,930 નો મુદ્દામાલ કબ્જે કર્યો.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસનાં ઇન્ચાર્જ અતુલકુમાર બંસલ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે યોગી એસ્ટેટની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે રેઇડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં (1) દીપકભાઈ અરવિંદભાઈ વસાવા રહે. નિરંતનગર,બોરભાઠા (અંકલેશ્વર) (2) શનીભાઈ રામવિલાસ ચૌધરી રહે. કોસમડી,અંકલેશ્વર (3) મહેશભાઈ કાળુસિંગ સોલંકી રહે.પટેલ નગર,રાજપીપલા રોડ,અંકલેશ્વર (4) વિકાસ તુકારામ વસાવા રહે.એશિયન પેન્ટ ચોકડી ,અંકલેશ્વર (5) સંજયભાઈ રામસિંગભાઇ પારઘી રહે.ગોલ્ડન પોઇન્ટ,અંકલેશ્વર (6) સત્યવીરસીંગ મોહનસીંગ યાદવ રહે. લક્ષ્મણનગર,અંકલેશ્વર નાઓને ઝડપી પડી અંગ ઝડતીમાંથી રોકડ રકમ રૂપિયા 9,730 દાવ પરના રૂપિયા 2,500 તથા મોબાઈલ નંગ-7 રૂપિયા 19,700 તથા 2 ટુ-વ્હીલર રૂપિયા 60,000 મળી કુલ કિંમત રૂપિયા 91,930 નાં મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ભરૂચના ટંકારિયામાં “ત્રણ તલાક” કહી પરિણીતાને તરછોડતો કિસ્સો સામે આવ્યો….!

ProudOfGujarat

અમદાવાદમાં 80 લાખની વસતિ સામે 13 હજાર પોલીસ ને સુરતમાં 60 લાખ માટે માત્ર 3700

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!