Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કનોરિયા ચોકડી નજીક આવેલ આગમ લાઈફ સાયન્સ કેમિકલ કંપનીમાં કામદારને ગેસની અસર થતા સારવાર હેઠળ ખસેડાયો..!!

Share

ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરી અંકલેશ્વરમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, કેટલીક ઘટનાઓમાં કંપનીઓમાં કામ કરતા કામદારો મોત થાય છે તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઘાયલ થતા હોવાથી લાંબી સારવાર લેવાનો વારો આવતો હોય છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કનોરિયા ચોકડી નજીક આવેલ આગમ લાઈફ સાયન્સ કેમિકલ કંપનીમાં પણ કંઇક આજ પ્રકારની એક ઘટના બની છે, જેમાં એમોનિયા ગેસની અસર થતા એક કામદારને સારવાર અર્થે ખસેડાયો છે,હાલ મામલા અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મામલે વધુ તપાસ હાથધરી છે..!!

મહત્વનું છે કે અવારનવાર સર્જાતા આ પ્રકારના ઔધોગિક અકસ્માતો અંગે લાગતા વળગતા તંત્રના અધિકારીઓએ પણ અકસ્માતો અંગેની ઉંડાણપૂર્વકની તપાસ કરવા સાથે જો બેદરકારી જણાતી હોય તેવા ઔધોગિક એકમો સામે સપાટો બોલાવવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તો કંઇક અંશે આ પ્રકારની નાની મોટી ઘટનાઓ અટકી શકે તેમ છે..!!

Advertisement

Share

Related posts

ઉમરપાડા પ્રકૃતિની ગોદમાં આવેલ દેવધાટ ખાતે પ્રાકૃતિક સંવાદ યોજાયો.

ProudOfGujarat

મોટામિયા માંગરોલનાં ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વધતા જતાં ચોરી બનાવો : મોદીનગર વિસ્તારમાં એક લકઝુરિયર્સ કારને નુકશાન પહોંચાડી સ્વીફ્ટ કારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!