અંકલેશ્વર ખાતેની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં ભારતીય જનતા મજદૂર સંઘની બોગસ ઓળખ આપી કંપનીમાં સેફટી સુરક્ષા સહિત વહીવટની કેટલીક માંગણીઓને આગળ ધરી પ્રથમ તબક્કે રૂપિયા ૫૦ હજાર અને રૂપિયા બે લાખની માતબર રકમની માંગણી કરાતા આ અંગે ફરજ ઉપરના કંપની ડાયરેક્ટરને જાણ કરાતા ભારતીય જનતા મજદૂર સંઘની વ્યક્તિ ન હોવાની શંકા જતા અંકલેશ્વર પોલીસને જાણ કરતા તેઓ તલસ્પર્શી તપાસનો દોર શરૂ કરી બોગસ વ્યક્તિઓમાં 1) વિવેક મહેન્દ્રભાઈ આહીર રહે. શક્કરપોર અંકલેશ્વર 2) સુનીલ ડાહ્યાભાઈ પટેલ રહે.ઝાડેશ્વર, ભરૂચ નાઓને પોલીસે ઝબ્બે કર્યા હતા.
Advertisement