અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે LCB એ દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી રોકડા 23000, 11 મોબાઈલ, હોન્ડા સિટી કાર મળી 14 જુગારીઓની ₹2.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકએ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિ અટકાવવાની સુચનાને લઈ LCB પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમ અસામાજિક પ્રવૃત્તિઓને ઝડપી પાડવા સતત વોચમાં રહી કામગીરી કરી રહી હતી.
દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વરના ખરોડ ગામે ઉભા ફળીયા ખાતે રહેતા અનસ ફારૂક લહેરીને ત્યાં જુગાર અંગે રેઇડ કરતા 14 જુગારીયાઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પકડાયેલ જુગારીઓમાં જુગારધામ ચલાવતો અનસ ફારૂક લહેરી રહે. ખરોડગામ, અસલ્મ ફારૂકભાઇ લહેરી, ઉમર ફારૂક સરીગર રહે પીરામણનાકા શીવગંગા એપાર્ટમેંટ અંકલેશ્વર , ઉસ્માન અબ્બાસ પટેલ રહે. શમા પાર્ક સોસાયટી વેલ્ફર હોસ્પીટલ સામે ભરૂચ, ઇરફાન કાસમ શેખ રહે જુના કોસંબા, કમલેશ બાબુભાઇ સોલંકી રહે. મોટા મંદીર પાસે પંચાલ કોમ્પલેક્ષ પાછળ કોસંબા, ઉસ્માનગની મોહમદહુશેન મલેક રહે. કોસંબા, મિતેષ વિષ્ણુ પટેલ રહે. મોરા ફળીયુ કોસમડી, અંકલેશ્વર, હસીબએહમંદ ઇલામુદીન પઠાણ રહે . કસ્બાતીવાડ, અંકલેશ્વર, જુબેર વલી પટેલ રહે. ખુબેન સોસાયટી ભરૂચ, ઇસ્માઇલ મુસા પટેલ રહે. ભેસલી મજીદલીયુ વાગરા, ભીખા મણીલાલ પટેલ રહે.પોપટીખાડી વેજલપુર ભરૂચ, દિપક આંનદ આરૂજા રહે. ઓમનગર સોસાયટી કોસંબા અને મોહમંદ વકાસ મોહમંદ યુસુફ મુલ્લા રહે.મુલ્લાવાડ અંકલેશ્વરની ધરપકડ કરાઈ છે.
સ્થળ પરથી રોકડા 23070, હોંડાસીટી કાર તથા 11 મોબાઇલ તથા જુગારના અન્ય સાધનો મળી 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરોડામાં ઇન્ચાર્જ પી.આઈ. પી.એસ.બરંડા, પો.સ.ઇ વાય.જી.ગઢવી, એ.એસ.આઇ કનકસિંહ, ચંન્દ્રકાંન્તભાઇ સહિતનાએ કામગીરી બજાવી હતી. ઝડપાયેલા જુગાર ધામ અંગે આનકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે.