Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને મેઘમણી કંપની તરફથી વેન્ટિલેટરની સહાય આપવામાં આવી…

Share

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને કોવીડ – 19 નાં દર્દીઓની સારવાર માટે કોઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે ત્યારે મેઘમણી ગૃપ ઓફ કંપની તરફથી હોસ્પિટલને આધુનિક વેન્ટીલેટર સહિત અન્ય સહાય આપવામાં આવી છે.

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને મેઘમણી ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી 15 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓની સારવાર માટે હવે કંપની તરફથી હોસ્પિટલને વેન્ટીલેટરની ભેટ આપવામાં આવી છે. ગંભીર હાલતમાં રહેલાં દર્દીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય ત્યારે વેન્ટીલેટર પર રાખવાની જરૂર પડતી હોય છે.

વેન્ટીલેટરના લોકાર્પણ અવસરે મેઘમણી ગ્રુપના મેનેજીંગ ડીરેકટર આશિષ સોપારકર, ડીરેકટર રમેશ પટેલ, પ્રશાંત પટેલ, જયાબેન મોદી હોસ્પિટલ ટ્રસ્ટી મંડળના કમલેશ ઉદાણી, ટ્રસ્ટના સભ્યો હિતેન આણંદપુરા, દશરથ પટેલ, મફત પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કોવીડ – 19 બાદ હવે જયાબેન મોદી હોસ્પિટલમાં હવે નિયમિત ઓપીડી, ઇમરજન્સી તેમજ અન્ય સેવાઓનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ મેધમણી કંપની તરફથી સેવાશ્રમ હોસ્પિટલ, ભરૂચને પણ વેન્ટીલેટર ભેટ આપવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં તાપમાનમાં એક ધારો વધારો…

ProudOfGujarat

છોટાઉદેપુરના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનમેદનીએ એક સાથે યોગાભ્યાસ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠકની ચુંટણીમાં છોટુભાઇ વસાવા પરિવાર પર સહુની નજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!