Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આખરે આ દબાણમાંથી કયારે મળશે મુક્તિ ? ફૂટફાટ પર દબાણ અને વાહનો માર્ગ પર જ પાર્ક થતાં ટ્રાફિકજામની સર્જાય છે સમસ્યા.. જાણો વધુ.

Share

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક જાણે કે દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોય તેમ અહીંયા સર્જાતી પરિસ્થિતિ ઉપરથી કહી શકાય તેમ છે, ફૂટફાટ પર પથારાવાળાનો દબાણ અને જાહેર માર્ગ પર વાહનનો પાર્ક કરવાની વાહન ચાલકોને આવતી નોબત આખરે આ વિસ્તારમાં ટ્રાફિકજામનું સ્વરૂપ ધારણ કરે છે…!!

આ વિસ્તારમાં બરાબર સામે જ રસ્તા વચ્ચે પોલીસનાં જવાનો ઉભા રહે છે તેમ છતાં આ વિસ્તારમાં ટ્રાફિક હળવું થવાનું નામ ન લેતું હોય તેવી સ્થિતીનું નિર્માણ દિવસ દરમિયાનમાં જોવા મળતું હોય છે. ટ્રાફિકનાં કારણે અનેક વાહન ચાલકો ફસાઈ જતા હોય છે અને ઇમરજન્સી વાહનોને પણ કેટલીક વાર ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવતો હોય છે.

હાલ તો અવારનવાર સર્જાતી આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ ક્યારે મળશે તેની અનેક વાહન ચાલકો ચાતક નજરે રાહ જોઈ બેઠાં છે, તેમજ ગેરકાયદે રીતે બેસતા પથારાવાળા પણ પોતાની નૈતિક ફરજ સમજી વધુ ટ્રાફિક ન વકરે તે પ્રકારે પોલીસ તંત્રને પણ મદદરૂપ થાય તેવી લોક માંગ ઉઠી છે..!!

Advertisement

Share

Related posts

રાજપીપલા: માંડણથી બોરીદ્રા ગામ તરફના વળાંકમાં બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત: એક ગંભીર

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર બે રીક્ષા ભરીને આવેલા તસ્કરો કપડાંની દુકાનમાં ચોરી કરી ફરાર થયા.

ProudOfGujarat

યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકીને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!