અંકલેશ્વર નગરપાલિકા વારંવાર વિવાદમાં સપડાય છે નગરપાલિકા અગાઉ માર્ગ સફાઈ માટેના મશીનનાં પગલે વિવાદમાં આવી હતી જે બાદ નગર પાલિકા ફરી વિવાદોમાં સપડાઈ છે.
અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈમાં મદદરૂપ થાય તે માટે રૂપિયા 42 લાખનાં ખર્ચે ત્રણ ટેમ્પોની ખરીદી કરી હતી જે ટેમ્પો હાલ ધૂળ ખાતા નજરે પડયા હતા ત્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ખરીદી કરેલ ટેમ્પો ધૂળ ખાતા નજરે પડતાં વિપક્ષનાં નગર સેવક જાહાંગીર પઠાણએ પાલિકાના સત્તાધીશો મન મરજી મુજબ ગ્રાન્ટમાંથી ખરીદી કરતાં હોવાના આક્ષેપ કરી ટેમ્પોના ખરીદીમાં પણ ખાઇકિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા શું કામ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ કરતી નથી તેવા સવાલો ખડા થયા છે.
Advertisement