Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટેલ હાઇવેમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 1,51,440 ના એશિયન પેન્ટના કલરના ડબ્બા તેમજ ડ્રમની ચોરી થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ખંડાલા એશિયન પેન્ટ પરથી એશિયન પેન્ટના ડ્રમ તેમજ ડબ્બા ભરીને વડોદરાના છાણી ખાતે જઈ રહેલ માતંગી ટ્રાન્સપોર્ટના ટ્રકના ડ્રાઈવરને ઊંધ આવતા પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલ હોટલ હાઇવેમાં ટ્રક પાર્ક કરીને સુઈ ગયા હતા ત્યારે મધરાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ટ્રકની તાડપત્રી તોડી દોરડું કાપી ટ્રકમાં ભરેલ એશિયન પેઇન્ટના નાના-મોટા કલરના ડબ્બાના બોક્સ નંગ-9 કિંમત રૂપિયા 78,840 તથા 10 લિટરના ડ્રમ નંગ-6 કિંમત રૂ 9,500 અને 20 લીટરના પતરા ના ડબ્બા નંગ-11 કિંમત રૂ 52,500 મળી કુલ કિંમત રૂપિયા 1,51,440 ના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ હોટલોમાં દિન-પ્રતિદિન પાર્ક કરેલ ટ્રકમાંથી ચોરીની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા હાઈવે ઉપર આતંક મચાવનાર ટોળકીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે અત્યંત જરૂરી છે. જોકે આ અંગેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

વલસાડ શહેરમાં ગેરકાયદે લારી ગલ્લાના ત્રાસ સામે વેપારી આલમનો પાલિકા પર મોરચો

ProudOfGujarat

શું!! ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર ખર્ચ્યા 93 લાખ રૂપિયા, જુઓ ડાયમંડ રોઝ અને 24 કેરેટ ગોલ્ડ કપકેક!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!