Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુસુમ બેન કડકિયા કોલેજ ખાતે મતદાર યાદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંક્લેશ્વર એન.એસ.એસ. વિભાગ સરકાર તેમજ યુનિવર્સીટીના આદેશ અનુસાર મતદારયાદીમાં નામની નોંધણી કરવા માટે કોલેજોના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ www.voterportal.eci.gov.inનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે “મતદાર યાદી જાગૃતિ ” અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં ઉપસ્થિત રહી પ્રાંત અધિકારી આર .કે. ભગોરા, મામલતદારહાર્દિક બેલડિયા ,નાયબ મામલતદાર (મહેસુલ) આદિત્ય ત્રિવેદી, નાયબ મામલતદાર (મતદારયાદી) ઉર્વશીબેન પટેલ વગેરે મહાનુભાવોઓએ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને “મતદાર યાદી જાગૃતિ ” વિશે માર્ગદર્શન આપ્યું હતું.કોવીડ -૨૦૧૯ અંતર્ગત મહામારીની સ્થિતિ દરમિયાન વાયરસનું સંક્રમણ ટાળવા રૂબરૂ સંપર્ક તદ્દન ઓછો થાય તે જરુરી છે. આ પરિસ્થિતિમાં ટેકનોસેવી યુવા વર્ગ તેમના નામની નોંધણી વિગતોમાં સુધારા જેવી બાબતો માટે ઓનલાઇન પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરે તે આવશ્યક છે. જેથી આ અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસિત કરવામાં આવેલ NVSP portal ( https://www.nvsp.in નો યુવાવર્ગ મહત્તમ ઉપયોગ કરે તે માટે માહિતગાર કરવા જરૂરી હોવાથી કૉલેજમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વેબિનારમાં કાર્યકારી આચાર્ય ડો. હેમંત દેસાઈએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.જયશ્રી ચૌધરીએ કર્યું હતું .
આભારવિધિ એન. એસ. એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. પ્રવીણકુમાર બી. પટેલે કરી હતી. આ વેબિનારમાં પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સોહેલ દીવાન અને શીતલ પરમારે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તાજેતરના કેમ્પસ એમ્બેસેડર અજય જોરાવર અને પુષ્પા શર્માઅઍ નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામનોંધણી માટે અપીલ કરી હતી. આ વેબિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જંબુસરના સારોદ ગામે રાત્રે દીપડો દેખાયો, રાહદારીઓએ વિડીયો કેમેરામાં કેદ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!