રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અંકલેશ્વર દ્વારા મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનારનાં વતની અને ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જગુભા પરમાર કે જેમની દિલ્હીથી વડોદરાની મુસાફરી દરમ્યાન તેઓ આકસ્મિક સંજોગોમાં ગુમ થયા હતા ત્યારબાદ મધ્યપ્રદેશનાં રતલામ ખાતેથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંના સ્થાનિક રેલ્વે પ્રશાસન દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વિના અને કોઈ પરિવારજનોને જાણ કર્યા વિના દફનવિધિ કરવામાં આવી આ એક ગંભીર બેદરકારી કહી શકાય. દેશ માટે અને દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિકો સાથે થતાં આવા વર્તન અને મોતનાં સમયે પરિવારજનોને પણ જાણ ના કરવામાં આવી તેમજ કોઈ કાર્યવાહી ના કરાઇ તેને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વખોડી નાંખી આ અંગે નિષ્પક્ષ તપાસ થાત તેવી માંગ કરવાં આવી છે તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આ બનાવ અંગે તપાસ કરી મધ્યપ્રદેશનાં જવાબદાર રેલ્વે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
અંકલેશ્વર : ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારનાં અપમૃત્યુ અંગેની કાર્યવાહી કરી ન્યાય આપવા માટે કરણી સેના દ્વારા આવેદન.
Advertisement