Proud of Gujarat
FeaturedGujaratINDIA

હવે સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક…..અંકલેશ્વરનો ચોંકાવનારો બનાવ….જાણો વધુ.

Share

સગીર યુવતીનું શારીરિક શોષણ થઈ રહ્યું હોવાના એક પછી એક બનાવો સપાટી પર આવતા જાય છે. પરંતુ હવે તો સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક થઈ ગયું હોય એમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વરમાં મિત્રની બર્થડે પાર્ટીમાં સગીરા ગઈ હતી ત્યાં 5 મિત્રોએ સગીરાને નશો કરાવી શારીરિક અડપલાં કર્યા હતા.

નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરાએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે 5 મિત્રોની અટકાયત કરી હતી. આ બનાવમાં ખરેખર શું બન્યું હતું તે પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે. પરંતુ બર્થડે પાર્ટીમાં કેટલા હતા અને આ બનાવ બન્યો ત્યારે અન્ય લોકોએ કેમ કોઈ કાર્યવાહી ન કરી આ બધી બાબતો તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે 6 ઈસમોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!