મોટા ભાગની નેરોગેજ રેલ્વેનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યું. તેમાં અંકલેશ્વરથી રાજપીપલા વચ્ચેની રેલ્વેનું પણ બ્રોડગેજમાં રૂપાંતર થયુ.આ રેલ્વે બ્રોડગેજ બનતા સુંદર સવલત મળવાની ખુશી જણાતી હતી.પરંતું બ્રોડગેજ બન્યા બાદ ટ્રેન તો ચાલુ કરવામાં આવી પણ ફક્ત એક સમય રાજપીપલા તરફ અને એક સમય અંકલેશ્વર તરફ જવા; એમ મર્યાદિત રીતે શરૂ થયેલી આ રેલ્વે સેવા જનતાને સક્ષમ સવલત આપવામાં સફળ નથી બની શકી.આ રેલ્વે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગર અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સાથે જોડતી એક કડી સમાન છે.સામાન્ય રીતે રેલ્વેને મુસાફરી માટેની એક સસ્તી અને આરામદાયક સુવિધા ગણવામાં આવે છે.અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ઓછામાં ઓછા ત્રણ ત્રણ સમય માટે ટ્રેનો દોડાવાય તોજ આ પટ્ટી પર આવતા બન્ને જિલ્લાના ગામોને સુંદર રીતે રેલ્વે સેવાનો લાભ મળી શકે.રાજપીપલા આમલેથા ઉમલ્લા રાજપારડી પંથકના ગામોએથી ઝઘડીયા અને અંકલેશ્વર ની ઔદ્યોગિક વસાહતોમાં નોકરી જતા કામદારોની સંખ્યા મોટી છે.જો આ રેલ્વે સેવા અધ્યતન રીતે કાર્યરત કરવામાં આવે તો આ બન્ને જિલ્લાની ગરીબ જનતાને મોટો લાભ થાય તેમછે.આ માટે તાકીદે આ રેલ્વે સેવા સઘન બનાવવા યોગ્ય આયોજન કરાય તો ખરેખર તે એક ઉમદા પગલુ ગણાય.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ