NSUI દ્વારા વિવિધ શાળાઓ મારફત ફી વધારા સામે લાલ આંખ કરી રહી છે ત્યારે આજરોજ અંકલેશ્વર સ્થિત એસેન્ટ સ્કૂલ દ્વારા સરકારનાં પરિપત્ર અને FRC નાં નિયમનું અવગણના કરી વધારાની ફી ઉધરાવવામાં આવી રહી છે એટલું જ નહીં શાળા સંચાલક દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે જેના વિરોધમાં NSUI નાં પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા દ્વારા વિદ્યાર્થીઓ ન આવતા હોવા છતાં નાસ્તા ફી ની ઉધરાણી કરવામાં આવે છે. શાળા મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે ઉધ્ધત વર્તન કર્યું હોવાની ફરિયાદ NSUI ને મળતા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. ONGC કોલોની વિસ્તારમાં આવેલી એસેન્ટ સ્કૂલનાં કર્તાહર્તા આંદોલનના સમયે તાળું મારી અંદર બેસી રહેતા NSUI કાર્યકરો અને પ્રમુખ યોગી પટેલ દ્વારા શાળાને બહારથી તાળું મારી દેવાયું હતું. આમ અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનનાં પગલે સમગ્ર ભરૂચ જિલ્લાની શાળાઓમાં તેના પ્રત્યાધાત પડયા છે.
અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ દ્વારા સરકારનાં નિયમનું અવગણના કરાતા NSUI દ્વારા તાળાબંધી કરાઇ.
Advertisement