અંકલેશ્વર સીટી પોલીસની હદમાં આવતા એવા ત્રણ રસ્તા પાસે આવેલ આઈ.આઈ.એફ.એલ. માંથી આજે ઓફિસ ખોલવાના સમયે જ 668 તોલા જેટલા સોનાની લૂંટ થઈ હોવાનો બનાવ બનતા જ આ બનાવ માત્ર ટોક ઓફ ધ ટાઉન જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ લૂંટના બનાવ અંગે ચર્ચા ચાલી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલાક દિવસ અગાઉ ભરૂચનાં પાંચબત્તી ખાતે પણ પિસ્તોલની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે આ બનાવમાં સંડોવાયેલા 4 લૂંટારુ ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ અંકલેશ્વરનાં ત્રણ રસ્તા વિસ્તારમાં આવેલ ગોલ્ડલોન આપતી આઈ.આઈ.એફ.એલ.ની ઓફિસમાં દિલધડક લૂંટનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ લૂંટારુઓએ 668 તોલા સોનની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે જેની કિંમત
રૂપિયા 3.29 કરોડ જેટલી થાય છે. લૂંટના બનાવને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ કારમાં ફરાર થઈ ગયા હતા, જોકે લૂંટારુઓનાં સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ જણાયું છે કે લૂંટારુઓએ લૂંટનાં બનાવ અગાઉ લૂંટારુઓએ રેકી કરી હતી અને ફુલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો. લૂંટના બનાવમાં જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે.
અંકલેશ્વર : આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવમાં જાણભેદુ હોવાની શંકા : 668 તોલા સોનુ કંપનીમાં છે તેવી લૂંટારુઓને ખબર હતી….?
Advertisement