અંકલેશ્વર શહેરમાં વધતી જતી ઠંડીની સાથે ચોરીના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રી અને દિવાળી વેકેશન દરમિયાન તસ્કરોએ અંકલેશ્વર શહેરમાં આતંક મચાવ્યો હતો જ્યારબાદ ફરી એકવાર કડકડતી ઠંડીની શરૂઆતની સાથે જ ચોરો ફરી એક વાર સક્રિય બન્યા છે. મકાનો બાદ હવે વાહનોની ચોરીના આંકડા પણ વધારવાની શરૂઆત કરી છે. ધટનાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીના પશુપતિનાથ મંદિર નજીક આવેલ મધુવન સોસાયટીના પૂર્ણિમા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી મિતેશભાઇ શાહે સોસાયટીના કમ્પાઉન્ડમાં પોતાની ઇકો કાર આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ-16-BN-5160 પાર્ક કરી હતી. જોકે ગત રોજ સવારથી તેમની ગાડી સ્થળ પણ ન મળતા ચોરી અંગેની ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદી મિતેશ પોતાની ઈકો ગાડી જેની કિંમત ૱ 3,18,000 ની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ આરંભી છે.
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
Advertisement