અંકલેશ્વર પંથક ખાતે લાંબા દિવસોથી રાહ જોવાતી હતી તેનો આરંભ થયો હતો જેની વિગત જોતા અંકલેશ્વર નેશનલ હાઇવે પર નોબેલ માર્કેટ પાસે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્કસનાં વર્કશોપ ખાતે આજરોજ કલર કોટેડ પતરાનું ઉત્પાદન કરવા આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીનો પ્રારંભ દારુલ ઉલુમ અક્કલ કૂવાના ઉસ્તાદ એ હદીસ મુફ્તી ફારુક મદની તથા અગ્રણી ઉધોગપતિ ફારુક ભાઈ કેપીના હસ્તે રીબીન કાપી કર્યું હતું.
આ પ્રસંગે મુફ્તી આરીફ ફલાહી, કારી ઈલ્યાસ પિરામની, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, ઇમરાનભાઈ સરપંચ, મગનભાઈ માસ્તર, અસલમ હાટિયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્કસના સુહેલ પટેલ, આરીફ પટેલ તથા મંજૂર પટેલે તમામનો આભાર માન્યો હતો. અંકલેશ્વર ખાતે આ પ્રારંભ સીમાચિન્હ સાબિત થશે એમ જણાઈ રહ્યું છે.
Advertisement