– અંકલેશ્વરની સુરવાડી ફાટક નજીક નિરાંત નગરની ગટરમાં કેમિકલ યુક્ત પાણી વહેતા લોકોના આરોગ્ય જોખમમાં.
અંકલેશ્વર નગરનાં નિરાંત નગરની ગટરમાં કેમિકલયુક્ત પાણી જણાતા લોકોનું આરોગ્ય ભયમાં મુકાયુ છે. અંકલેશ્વરનાં નિરાંત નગરની ગટરમાં કેમિકલયુક્ત પાણી જણાયું હોય તેવી ઘટના નથી. અગાઉ પણ આવી રીતે વખતો વખત કેમિકલયુક્ત પાણી ગટરમાં જણાયું છે જે અંગે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી તેથી આ સમસ્યા વખતો વખત સર્જાય છે કોરોના મહામારીમાં પર્યાવરણની ભૂમિકા પણ મહત્વની હોય છે આજુબાજુનાં વિસ્તારમાં આવેલ જમીન, પાણી અને હવાની શુદ્ધતા ખુબ જરૂરી હોય છે તેવા સમયે નિરાંત નગર પાસેની ગટરમાં કેમિકલ યુક્ત પાણી જણાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઇ છે. આવનાર સમયમાં આ સમસ્યા અંગે ઉગ્ર રજુઆત તંત્ર સામે કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.
Advertisement