ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટના બનાવ બાદ અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ ઓફિસમાં દિલધડક લૂંટનો બનાવ બન્યો હતો.
આ લૂંટનો બનાવ વહેલી સવારે ઓફિસ ખોલવાનાં સમયે થયો હતો. અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલ ઓફિસમાં કંપનીનાં કર્મચારીને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા ત્યારબાદ લૂંટારોઓએ લૂંટનાં બનાવને અંજામ આપ્યો હતો, ત્રણ જેટલા લૂંટારો આ બનાવમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે જેઓ હથિયારથી સજ્જ હતા અને તેમને બંદૂકની અણીએ કર્મચારીઓને બાનમાં લઇ કરોડ રૂપિયાનાં સોનાનાં દાગીનાની અને સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર થઈ ગયા હતા. જોકે હજી ચોક્કસ કેટલી મત્તાની લૂંટ થઈ તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર પોલીસ નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી દીધી છે તેમજ સમગ્ર શહેરમાં એલર્ટ કરી દેવાયું છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.નીટીમો પણ આ બનાવની શોધખોળ અંગે કામે લાગી ગઈ છે. CCTV નાં ફૂટેજ લૂંટારુઓને શોધવામાં ખૂબ મહત્વનાં સાબિત થાય તેમ જણાઈ રહ્યું છે. લૂંટારુંઓનો હુલિયો તેમજ અન્ય વિગતો CCTV ફૂટેજ પરથી જાણી શકાય તેથી પોલીસ તંત્ર દ્વારા CCTV ફૂટેજની જીણવટ ભરી વિગતો મેળવવામાં આવી રહી છે. આ બનાવની જાણ વાયુવેગે ફેલાતા અંકલેશ્વર પંથક અને ભરૂચ જિલ્લામાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.
અંકલેશ્વરનાં ત્રણ રસ્તા પાસે આવેલ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં બંદૂકની અણીએ લૂંટનો બનાવ બનતા જીલ્લામાં ભયનો માહોલ.
Advertisement