અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી ગુનામાં નાસતા – ફરતા આરોપીઓને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા હતા. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને પી.એસ.આઈ. બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીનાં આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં મારામારીનાં ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી 1) મીતકુમાર ભદ્રેશભાઇ પટેલ રહે. રાજરત્ન સોસાયટીની સામે, ઝાડેશ્વર ભરૂચ. 2) પિંકલકુમાર જીતુભાઇ પટેલ રહે. મહાલક્ષ્મી પાર્ક સોસાયટી, ઝાડેશ્વર ભરૂચને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા અને આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરવામાં આવેલ છે. ઝડપાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા ઇ – ગુજકોપ એપ્લીકેશમાં સર્ચ કરતા બે પૈકી આરોપી પિંકલકુમાર જીતુભાઇ પટેલ વિરૂદ્ધ ભરૂચ રૂરલ પોલીસ મથક માં ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૪૧, ૩૪૨ વગેરે તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧) બી મુજબ તથા ભરૂચ શહેર સી ડિવિ પોલીસ મથકમાં ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૩૨૪, ૩૬પ વગેરે તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩ (૧) (આર) (એસ) વગેરે મુજબના ગુના દાખલ થયેલ હોવાનું જણાય આવેલ છે.
અંકલેશ્વર : મારામારીનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
Advertisement